પુસ્તક સમીક્ષા
' સમયને સથવારે '
પુસ્તક પરિચય:-
પુસ્તક પરિચય એટલે પુસ્તકના બાહ્ય લક્ષણો અને આંતરિક લક્ષણોનું એક સચોટ વર્ણન.
બાહ્ય સમીક્ષા
1. મુખપૃષ્ઠ :-
' સમયને સથવારે ' પુસ્તકનું મુખપૃષ્ઠ આકર્ષક બનાવવામાં આવ્યું છે.
2. લેખકનું નામ :-
આ પુસ્તકના લેખકનું નામ ડોક્ટર .આઈ. કે. વીજળીવાળા છે.3.પુસ્તકની અનુક્રમણિકા :-
' સમયને સથવારે ' પુસ્તકમાં અનુક્રમણિકા આપેલ છે. તેમાં કુલ 16 વિભાગો આપેલા છે. આ દરેક વિભાગો એકબીજા સુસંગતતા ધરાવતા નથી. લેખક દ્વારા આપવામાંં આવેલા શીર્ષકો યોગ્ય છે.
4. અંતપૃષ્ઠ :-
' સમયને સથવારે ' પુસ્તકમાં અંતપૃષ્ઠ પર લેખકનું નામ આપેલ છે. સત્ય ઘટનાઓ જે લેખકની જિંદગીમાં બનેલા અનુભવ લખેલા છે. લેખકે અંતપૃષ્ઠ પર " સાક્ષી સમય " ની વાત કરી છે.આંતરિક સમીક્ષા
1. શીર્ષક :-
'સમયને સથવારે ' અર્થપૂર્ણ અને પ્રેરણા આપનારું છે. લેખક દ્વારા આપવામાં આવેલ શીર્ષક યોગ્ય અને સાર્થક છે કારણકે તેમાં આપેલા બધા જ વિભાગોને અનુરૂપ છે.આ પુસ્તક સત્યઘટના પર આધારિત છે. આ પુસ્તકમાં લેખક પોતાના અનુભવની વાત કરી છે.
2. પુસ્તક લખવા પાછળનો હેતુ :-
' સમયને સથવારે ' પુસ્તક લખવા પાછળનો હેતુ એ છે કે; દરેક વ્યક્તિ સફળતા થી લક્ષ્ય પ્રાપ્ત કરી પોતાનું જીવન સફળ બનાવે એવો છે આ પુસ્તક વાંચીને વિદ્યાર્થીઓને આગળ વધવા માટેની પ્રેરણા મળે, માબાપ પોતાના બાળકો આગળ વધવા માટેનું મનોબળ આપે અને જે વ્યક્તિ દુઃખી છે તેને સાંત્વના મળી રહે એવો છે.
3. પુસ્તકની વિશેષતા :-
' સમયને સથવારે ' પુસ્તકમાં બધા લોકોને જીવનમાં આગળ વધવાની અને સમય સાથે ચાલવાની વાત કરી છે. આ પુસ્તકની વિશેષ બાબત એ છે કે; દરેક વિભાગને એક પછી એક ક્રમમાં રજુ કરેલ છે કારણકે લેખક કે આ પુસ્તકમાં પોતાનાં અનુભવની સત્ય ઘટનાઓ આપણી સમક્ષ રજૂ કરી છે. જેથી વાચકો સરળતાથી વાંચીને સમજી શકે.આ પુસ્તકમાં શરૂઆતમાં જ લેખકે પોતાની સાથે બનેલી ઘટનાઓ કે પ્રસંગો આપણી સમક્ષ રજુ કરેલ છે અને દરેક વિભાગને અંતે એ વિભાગનો એક-બે લીટી માં સાર લખવામાં આવ્યો છે. આ પુસ્તકમાં ખૂબ જ સરસ રીતે પ્રસ્તાવના પણ રજૂ થઈ છે.
3. લેખકનો દ્રષ્ટિકોણ :-
' સમયને સથવારે ' પુસ્તકમાં લેખકનો દ્રષ્ટિકોણ એવો છેે કે; દરેક વ્યકિત આ પુસ્તક વાંચે ત્યારે તેમાંથી પ્રેરણા મેળવે છે. દરેક વ્યક્તિ પોતાના જીવનમાં આગળ વધવાની પ્રેરણા મેેળવે અને પોતાનું નાનું નાનું કાર્ય સમયસર કરે. વ્યક્તિ સમયને અનુસરીને ચાલે. લેખક કહે છે કે ; બધા સમય સાથે ચાલો .
4. પુસ્તકની લેખનશૈલી :-
' સમયને સથવારે ' પુસ્તકની લેખનશૈલી સરળ છે. દરેક વ્યક્તિ સરળતાથી સમજી શકે તેવી છે. વાચકને રસ પડે તેવી છે. સરળ શબ્દોનો ઉપયોગ કરીને આ પુસ્તક લખવામાં આવ્યું છે. આ પુસ્તકમાં અક્ષરોનું કદ મધ્યમ અને યોગ્ય છે. આ પુસ્તક દરેક ઉંમરના વ્યક્તિ થી વાંચી શકાય તેવું છે.
5. પુસ્તકમાં ગમતી બાબતો :-
' સમયને સથવારે ' પુસ્તકમાં ગમતી બાબતો ઘણી બધી છે. તેમાંથી મને ' પ્રેમનો પારસમણિ ! ' પ્રસંગ ખૂબ જ ગમે છે. આ પ્રસંગમાં આદર્શ શિક્ષક કેવો હોવો જોઈએ એની વાત કરી છે.
6. પુસ્તકમાં કંઈક બદલવા માંગતા હોય તો શું બદલશો ?
' સમયને સથવારે ' પુસ્તકમાં જો દરેક વિભાગમાં વાર્તાને અનુુરુપ ચિત્ર આપ્યા હતા. વાચકને સરળતાથી સમજ પડી જાત અને લાંબા સમય સુધી યાદ રહી જાત.જેથી વાચકને આ જ્ઞાન પોતાના જીવનમાં વધુુ અને વધુ તેઓના વ્યવહારિક જીવનમાં ઉપયોગી બની શકે.
7. કોંને આ પુસ્તક વાંચવા માટે પ્રેરિત કરશો? :-
' સમયને સથવારે ' પુસ્તકમાં દરેક વ્યક્તિને આગળ વધવાની પ્રેરણા આપી છે. માટે આ પુસ્તક હું દરેક વર્ગનાં લોકો એટલે કે; વિદ્યાર્થીઓ , બાળકો, યુવાનો અને વૃદ્ધ વ્યક્તિને વાંચવા માટે પ્રેરિત કરીશ.